Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કોમેડી કરવાની ઇચ્‍છાઃ દિપના પટેલ

અભિનેત્રી દિપના પટેલ મુળ ગુજરાતી છે. ટીવી સિરીયલ શુભારંભમાં મુખ્‍ય ભુમિકા નિભાવી ચુકેલી દિપના કહે છે કે હું મારા ઓનલાઇન કાર્યક્રમને લોન્‍ચ કરવા ઇચ્‍છતી હતી. જેનો સમય મને લોકડાઉનમાં મળી ગયો હતો. આ શોના માધ્‍યમથી મેં ડોક્‍ટર, શિક્ષક અને ટ્રેનરને કેમેરા ફેસ કરતાં શીખવ્‍યું છે. દિપના કહે છે જો તમે તમારા કામમાં સારા હોવ અને આત્‍મવિશ્વાસથી ભરપુર હોવ તો તમારી પ્રતિભાને બહાર લાવતાં કોઇ તમને અટકાવી શકતું નથી. ટીવી ઉદ્યોગમાં કોરોનાકાળ પછી થોડી તકલીફો ઉભી થઇ છે અને આ કારણે બજેટમાં કાપ મુકાયો છે. કલાકારો ઉપર પણ આ કાપ લાગુ પડયો છે. પણ હવે આ પરિસ્‍થિતિમાં સુધારો થયો છે. રિયાલીટી શો અને ફિક્‍શનને કારણે નાના શહેરોમાંથી આવનારા લોકોને પણ મુંબઇમાં તક મળી રહી છે. દિપના કહે છે મારી ઇચ્‍છા હવે કોમેડી પાત્રો ભજવવાની છે. મેં સ્‍ટેજ પર કોમેડી ખુબ કરી છે. ભાભીજી ઘર પર હૈ જેવા શોમાં કામ કરવું મને ગમશે. સ્‍પોર્ટસ પરસનની ભુમિકા નિભાવવાની પણ મારી ઇચ્‍છા છે.

(10:34 am IST)