Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

નવા પડકારો ઝીલવા તૈયાર છું : સામંથા

સામંથા રૃથ પ્રભુને સાઉથની જેમ હવે હિન્દી દર્શકો પણ ખુબ પ્રેમ આપે છે. તેણે મનોજ બાજપાઇ સાથે વેબ સિરીઝ ફેમિલીમેન કર્યા પછી અહિ પણ તેના પ્રશંસકો ખુબ વધી ગયા છે. તેના અભિનયના પણ ભારે વખાણ થયા હતાં. હવે તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવવા તૈયાર થઇ છે. તે કહે છે વેબ સિરીઝ કરવાનું કદી વિચાર્યુ નહોતું. પરંતુ રાજ નિદિમોરૃ અને કૃષ્ણા ડીકેને કારણે હું વધુ વિચાર કર્યા વગર સિરીઝમાં કામ કરવા તૈયાર થઇ ગઇ હતી. સામંથા કહે છે સિરીઝ કર્યા પછી જે માન-સન્માન અને ખ્યાતિ મળ્યા છે તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું નવા પડકારો ઝીલવા સજ્જ છું. હાલનો સમય કલાકારો માટે શ્રેષ્ઠ છે. અલગ અલગ ફિલ્મોદ્યોગ વચ્ચે રહેલી ભેદરેખા ઝાંખી પડી રહી છે. આથી કોઇપણ ઇન્ડસ્ટ્રીના કલાકારો ગમે ત્યાં કામ કરતાં થયા છે. મારે અહિ માત્ર કચકડાની પુતળી બનીને રહેવું નથી. મને સારી ફિલ્મો ઓફર થઇ રહી છે.

(11:58 am IST)