Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

સેટ પર રોજ નવું અને ઘણું શીખવા મળેઃ અવંતિકા

વધુ એક સ્ટાર સંતાને અભિનયની દુનિયામાં કદમ માંડી દીધા છે. ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાની બાદ પુત્રી અવંતિકા દાસાની પણ ગ્લેમર વર્લ્ડમાં આવી ચુકી છે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ મિથ્યામાં અવંતિકા મુખ્ય ભુમિકામાં જોવા મળી છે. સાથે હુમા કુરેશી, સમીર સોની, ઇન્દ્રનિલ સેનગુપ્તા જેવા અનુભવી કલાકારો છે. અવંતિકા કહે છે મને મમ્મી પાસેથી થોડીઘણી અભિનયની ટેલેન્ટ વારસામાં મળી છે તેમ કહી શકાય. મિથ્યા સિરીઝ માટે હું પહેલી વખત કેમેરા સામે આવી  અભિનય કરી રહી હોવાથી એક પડકાર મારી સામે હતો. સેટ પર રોજ નવું અને ઘણું શીખવા મળી જાય છે. કારણ કે તમે નવા હોવ ત્યારે બધુ શીખવું જરૃરી હોય છે. અમે છ એપિસોડ માટે એક પણ રજા વગર સતત પાંત્રીસ દિવસ શુટીંગ કર્યુ હતું.  અવંતિકાએ મુંબઇ, કેરળ, પોન્ડિચેરીમાં અભિનયના વર્ક શોપ કર્યા હતાં. ડાન્સ અને માર્શલ આર્ટની પણ તાલિમ લીધી હતી.

(11:58 am IST)