Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

સ્વબળે સફળ બની છે શ્રધ્ધા કપૂર

અભિનેત્રી શ્રધ્ધા કપૂરે તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે આગામી ફિલ્મ અનટાઇડને લીધે ચર્ચામાં છે. રણબીર કપુર અને શ્રધ્ધાની રોમાન્ટીક કોમેડી આવતા વર્ષે રિલીઝ થવાની છે. શ્રધ્ધાના પિતા શકિત કપૂર છે અને માસી પદ્દમીની કોલ્હાપુરી છે. આમ છતાં શ્રધ્ધા પોતાના બળે બોલીવૂડમાં ખાસ સ્થાન પર પહોંચવામાં સફળ થઇ છે. તેની પહેલી ફિલ્મ તિનપત્તી ફલોપ રહી હતી. હાલમાં તે સોૈથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. આશીકી-૨એ શ્રધ્ધાને એવી સફળતા અપાવી કે ત્યાર પછી તેણે પાછળ વળીને જોયુ નથી. અભિનેત્રી બની એ પહેલા શ્રધ્ધાએ મોડેલીંગ નહોતું કર્યુ કે કોઇ નિર્દેશકની આસિસ્ટન્ટ પણ નહોતી બની. તેણે કોફી શોપમાં કામ કર્યુ હતું. તે કહે છે મેં કોલેજની સાથે અનુભવ માટે અને પોકેટ મની માટે આ કામ કર્યુ હતું. શ્રધ્ધા આગામી સમયમાં પંકજ પરાશરની ચાલબાઝ, અમર કોૈશિકની સ્ત્રી-૨, બડે મિયા છોટે મિયા, અનટાઇડ સહિતની ફિલ્મોમાં જોવા મળશે.

(11:58 am IST)