Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

સફળતાની ટોચે રહીને પણ નમ્ર છે દિપીકા

દિપીકા પાદુકોણ એવી અભિનેત્રી છે જે આજે ટોચના સ્થાન પર બીરાજી રહી છે. દિપીકાએ સ્વબળે અને લાયકાતના આધારે આ સફળતા મેળવી છે છતાં તે છકી ગઇ નથી, તેની ન્રમતા એક સંઘર્ષ કરતાં એકટર જેવી જ છે. સુપરસ્ટાર હોવાને લીધે ગ્લેમર તેની નસેનસમાં છે. અભિનેત્રીની સાથે તે એક પ્રોડ્યુસર પણ બની ચુકી છે. તે બોલીવૂડની બિનવીવાદીત સામ્રાજ્ઞી બની ચુકી છે. સખત સ્પર્ધા વચ્ચે પણ તેની અખુટ ટેલેન્ટને આંચ આવી નથી. દિપીકાની ફિલ્મના રોલ પારખવાની શકિત પણ અદ્દભુત છે. આ જમાપાસુ જ તેને સફળ બનાવે છે. ૮૩માં કપિલદેવની પત્નિના રોલમાં પણ તેણે જમાવટ કરી હતી. ગહેરાઇયાંનું તેનું કામ પણ ચાહકોએ વખાણ્યું હતું. દિપીકાને પોતાનામાં સતત સુધારો લાવવાનું ગમે છે. યુવા પેઢી તેનું અનુકરણ કરશે તેનાથી પણ પોતે સભાન છે. દિપીકા તેના ઘરના કામો પણ તેની માતાની જેમ પોતાની જાતે જ કરે છે. તેની આગામી ફિલ્મો પઠાણ, ફાઇટર ધ ઇન્ટર્ન સહિતની છે.

(11:57 am IST)