Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાંચ ફિલ્મોના કામમાં વ્યસ્ત છે જ્હાન્વી

બોલીવૂડમાં સ્થાન બનાવી ચુકેલી જ્હાન્વી કપૂર આજે વ્યસ્ત અભિનેત્રી બની ચુકી છે. તે પોતાની પાંચ ફિલ્મોની રાહ જોઇ રહી છે. શાનદાર ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતી જ્હાન્વી પોતાના બોલ્ડ લૂકથી પણ ચાહકોને ઘાયલ કરતી રહે છે. સોશિયલ મિડીયા પર તે સતત તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. તેની આવી તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરતાં હોય છે. તાજેતરમાં જ તેણે બિકીની સાથે શર્ટ પહેરેલી તસ્વીરો પોસ્ટ કરતાં લાખો કોમેન્ટ્સ મળી હતી. તેની ખાસ સખી સનાયા કપૂરની મમ્મી મહિપ કપૂરે પણ કોમેન્ટ કરી હતી. તેણે આગ વાળી ઇમોજી મુકી હતી. જ્હાન્વી હમેંશા પોતાની તસ્વીરોથી ધમાલ મચાવતી રહે છે. તે હાલમાં ગૂડલક જેરી, દોસ્તાના-૨, રણભૂમિ, તખ્ત અને બોમ્બે ગર્લ જેવી પાંચ ફિલ્મોમાં કામ કરી છે. જો કે તખ્ત ફિલ્મ હજુ ફલોર પર આવી નથી.

(10:07 am IST)