Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જયા બચ્‍ચનને વચ્‍ચે ટોકતા અભિનેત્રી રોષે ભરાયા

નાટુ-નાટુ ગીતને અભિનંદન આપી રહ્યા હતા ત્‍યારે અન્‍ય સાંસદે

નવી દિલ્‍હી તા. ૧૪: રાજયસભા સાંસદ જયા બચ્‍ચન આજે સંસદમાં નાટુ-નાટુ ગીતને ઓસ્‍કાર મળવા બદલ અભિનંદ આપી રહ્યા હતા ત્‍યારે તેમને અન્‍ય સાંસદે ટોકતા તેઓએ નારાજગી દર્શાવી હતી.

જયાએ નારાજગી દર્શાવતા જણાવેલ કે, શું નીરજ તમે હંમેશા આવુંજ કરો છો. વચ્‍ચમાં ટોકવાની આજકાલ બીમારી થતી જાય છે. કોઇ સભ્‍ય વાત કરતા હોય તો અસભ્‍યતા ન દેખાડવી જોઇએ. તેઓ કહી રહ્યા હતા કે, ઓસ્‍કાર કોઇ ઉત્તર-દક્ષિણ  નહિં   ફકત ભારતે જીત્‍યો છે.

જયારે જયા બચ્‍ચને જણાવેલ કે, અવાજ અમારી પાસે પણ છે, ત્‍યારે ઉપરાષ્‍ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડે જયાને શાંત કરતા જણાવેલ કે, મેડમ તમારો અવાજ નહીં, બુલંદ અવાજ છે અને અમે તે જાણીએ છીએ.

(4:29 pm IST)