Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ઇરમ તરીકે જમાવટ કરી અંકિતાએ

અંકિતા લોખંડેએ ટીવી પરદે કામ કર્યા પછી ફિલ્‍મો અને વેબ શો કરી રહી છે. ટીવી પર પવિત્ર રિશ્‍તામાં તેણે અર્ચના તરીકે ઘર ઘરમાં ઓળખ મેળવી હતી. હાલમાં જ અંકિતા ફિલ્‍મ ‘ધ લાસ્‍ટ કોફી'માં ઇરમના પાત્રમાં જોવા મળી છે. આ રોલ તેણે ખુબ સારી રીતે ભજવ્‍યો છે. રેહાન અને ઇરમના છૂટાછેડાને અંતિમ સ્‍વરૂપ દેવાનું હોય છે, તે પહેલા બંને છેલ્લી વખત એક કપ કોફી પર મુલાકાત કરવા માટે મળે છે તેના પર કહાની આધારીત  છે. પરંતુ કુદરત કંઇક અલગ જ ઇચ્‍છે છે અને બંને એક બરફના તોફાનમાં ફસાઈ જાય છે. અને તેઓની પાસે તેમણે જે અત્‍યાર સુધીની લાગણીઓ છૂપાવી રાખી હતી તેનો સામનો કર્યા સિવાયનો કોઈ વિક્‍લ્‍પ બાકી રહેતો નથી. અંકિતા હવે પછી રણદીપ હુડ્ડા સાથે સ્‍વતંત્ર વીર સાવરકરમાં જોવા મળશે. જેમાં અમિત સિયાલ પણ ખાસ ભુમિકામાં છે. આ ફિલ્‍મ છવ્‍વીસમી મેના રોજ રિલીઝ થવાની છે. જેનું નિર્દેશન ખુદ રણદીપ હુડ્ડાએ કર્યુ છે

(11:06 am IST)