Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

અક્ષય કુમાર સાથે કામ કરવા આતુર છે સુનિલ શેટ્ટી

અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીની હેરાફેરી થ્રીનું શુટીંગ શરૂ થઇ ચુક્‍યું છે. આ ફિલ્‍મની ચાહકો ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે હેરાફેરી આજે પણ લોકોને જોવી ગમે છે. ફાઇનલી હેરાફેરી-૩ બની રહી છે. પરેશજી અને અક્કી સાથે સેટ પર આવવા માટે હું આતુર છું.આ ફિલ્‍મ અમારા કલ્‍ચરનો મોટો ભાગ છે અને આમ છતાં કોઈ નથી સમજી શકતું કે ફિલ્‍મ બનાવવામાં શું કરવું પડે છે. ક્રીએટિવ ચેલેન્‍જિસ, બિઝનેસ મોડલ અને મૂવી બિઝનેસની જરૂરિયાત એને વધુ પડકારજનક બનાવે છે. કોઈ પણ બિઝનેસમાં સફળ થવા માટે અનેક પરિબળો અગત્‍યનાં છે જેવા કે સારો આઇડિયા, માર્કેટ રિસર્ચ, સોલિડ બિઝનેસ પ્‍લાન, કુશળ ટીમ, યોગ્‍ય સમયે રોકાણ અને ડિસ્‍ટ્રિબ્‍યુશન નેટવર્ક. મૂવી બિઝનેસ પણ એનાથી અલગ નથી. ફિલ્‍મની કહાની આ વખતે વિદેશમાં સેટ કરવામાં આવી છે.

(11:06 am IST)