Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

રાધાના રોલે નામના અપાવી નિહારીકાને

ટીવી અભિનેત્રી નિહારીકા રોય પ્‍યાર કા પહેલા નામ રાધા મોહનમાં જોવા મળી રહી છે. આ શોના શિવરાત્રી વિશેષ એપિસોડ માટે તેણે સંસ્‍કૃતનો શ્‍લોક બોલતા શીખવુ પડયું હતું. આ શોમાં તે રાધાનો રોલ નિભાવી રહી છે જે એક આશાવાદી છોકરી છે. શબ્‍બીર અહલુવાલીયા મોહનના રોલમાં છે. નિહારીકા કહે છે રાધા અને મોહન અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થઇ રહ્યા છે અને દર્શક આ યાત્રોનો અભિન્‍ન હિસ્‍સો બની રહ્યા છે. મને ખુશી છે કે દર્શકો સતત અમને પ્રેમ આપી રહ્યા છે. મહાશિવરાત્રીના એપિસોડ માટે રાધાને મોહન માટે વ્રત રાખવાનું હોય છે એ શુટીંગમાં મજા આવી હતી. મને એક નવી ભાષા શીખવાનો આનંદ મળ્‍યો છે. જો કે સંસ્‍કૃતમાં શ્‍લોક બોલવો એ મારા માટે બહુ સરળ નહોતું. આ શો ઝી ટીવી પર પ્રસારીત થઇ રહ્યો છે. નિહારીકાએ ૨૦૧૩માં ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ શોમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. સાવધાન ઇન્‍ડિયા જેવા શો પણ તેણે કર્યા છે. હવે તે રાધાના રોલથી જાણીતી બની છે.

(11:06 am IST)