Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ખુબ મોટી ફિલ્‍મમાં સોનાક્ષી થઇ સામેલ

સોનાક્ષી સિંહા છેલ્લે ડબલ એક્‍સએલ ફિલ્‍મમાં જોવા મળી હતી. હવે તે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની બડે મિયા છોટે મિયામાં સામેલ થઇ ચુકી છે. સોનાક્ષી અને અક્ષય અગાઉ રાઉડી રાઠોડ જેવી સુપરટિહ ફિલ્‍મમાં સાથે આવી ચુક્‍યા છે. સોનાક્ષીને ઘણા નિર્માતા લક્કી ચાર્મ સમજે છે. કારણ કે તેની મોટા ભાગની ફિલ્‍મો હિટ નિવડી છે. જેકી ભગનાની કરોડોના બજેટ સાથે એક્‍શન જોનરની ફિલ્‍મ બેડ મિયા છોટે મિયા બનાવી રહ્યા છે. મુંબઇ ખાતેનું શુટીંગ શેડયુલ થોડા સમય પહેલા જ ખતમ થયું હતું. હવે સ્‍કોટલેન્‍ટ બાદ અબુ ધાબીમાં શુટીંગ શરૂ થયું છે જે આ મહિનામાં જ પુરુ થશે. ફિલ્‍મમાં બે હીરો નક્કી હતાં. હવે હિરોઇન તરીકે સોનાક્ષી સિન્‍હા ફાઇનલ થઇ છે. સોનાક્ષી કહે છે અક્ષય સાથે કામ કરવાની દર વખતે મજા આવે છે. ફિલ્‍મનું નિર્દેશન અલી અબ્‍બાસ ઝફર કરી રહ્યા છે.  સોનાક્ષી સંજય લીલા ભણશાલીની હીરામંડીમાં પણ કામ કરી રહી છે. આ ઉપરાંત ડિજીટલ પરદે દહાડમાં જોવા મળશે.

(11:05 am IST)