Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

'કુમકુમ ભાગ્ય'ના સેટ પર ધુળેટીની જોરશોરથી ઉજવણી

મુંબઈ: ડેઈલી શો 'કુમકુમ ભાગ્ય' એક ખાસ એપિસોડ 'પ્યાર વાલી હોલી સેલિબ્રેશન' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. જેમાં શ્રુતિ ઝા, શબ્બીર અહલુવાલિયા, મુગ્ધા ચાપેકર અને ક્રિષ્ના કૌલ સહિતના શોના મુખ્ય કલાકારો ડાન્સ કરશે.તેની સાથે શોએબ ઈબ્રાહિમ, મેઘા રે, કરણ વાહી, અદા ખાન, કનિકા માન, વૃષિકા મહેતા, મનિત જૌરા, નિશાંત સિંહ મલખાની, દીપિકા સિંહ, અમન ગાંધી અને કુશાગ્ર નૌતિયાલ જેવા લોકપ્રિય ટેલિવિઝન કલાકારો પણ બોલિવૂડ નંબર્સ પર પરફોર્મ કરશે. જ્યારે એક તરફ મેઘા રે અને શોએબ ઈબ્રાહિમ દ્વારા લતા મંગેશકર અને બપ્પી લાહિરીને શ્રદ્ધાંજલિ છે. બીજી તરફ, કરણ વાહી અને અદા ખાન હોળીના ગીતો પર તેમના પરફોર્મન્સથી દરેકને મંત્રમુગ્ધ કરશે.

(5:33 pm IST)