Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

જોનની એકશન થ્રિલર આવી રહી છે આવતા મહિને

અભિનેતા જોન અબ્રાહમે કારકિર્દીની શરૂઆત રોમાન્ટીક હીરો તરીકે કરી હતી. પરંતુ આગળ જતાં તે એકશન જોનરમાં આગળ વધ્યો હતો. આજે ચાહકો જોનને તેની એકશનને કારણે વધુ પસંદ કરતાં થઇ ગયા છે. જોન હવે અભિનેતાની સાથે નિર્માતા પણ બની ગયો છે. તેની વધુ એક એકશન ફિલ્મ એટેક પાર્ટ-૧ રિલીઝ માટે તૈયાર છે. એપ્રિલ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. જયંતીલાલ ગડા, જોન એબ્રાહમ અને અજય કપૂર આ ફિલ્મના નિર્માતા છે અને નિર્દેશન લક્ષરાજ આનંદે કર્યુ છે. જોનની એક વિલન રિટર્ન્સ પણ રિલીઝ થવાની છે. એટેક પાર્ટ વનની કહાની એક સત્ય ઘટના પર આધારીત છે. આ એકશન-થ્રિલરમાં જોનને તેના ચાહકો સુપર સોલ્જરના રોલમાં નિહાળી શકશે. ફિલ્મમાં તેની સાથે જેકલિન ફર્નાન્ડિસ અને રકુલપ્રીત સિંહ પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પહેલી એપ્રિલે આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થશે.

(9:57 am IST)