Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પાકિસ્તાનને ધૂળ ચટાડતી સિધ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ' જોવા કે કેમ ?

આ ફિલ્મ કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે : સિધ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં કેપ્ટન બત્રાનો રોલ કરી રહ્યો છે : રિયલ લોકેશન પર થયું છે શુટિંગ

મુંબઇ,તા. ૧૨: સિદ્ઘાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટાર ફિલ્મ 'શેરશાહ'૧૨ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ટીમે આ વોર ડ્રામાને ખૂબ જ પ્રમોટ કર્યુ છે કે જે કેપ્ટન વિક્રમ બત્રાના જિવન પર આધારિત છે. કારગિલ યુદ્ઘમાં શહીદ થયા હતા અને તેઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ઘાર્થ આ ફિલ્મમાં તેમનો જ રોલ નિભાવી રહ્યો છે. તમારે આ ફિલ્મ જોવી કે નહીં એ માટે અમે તમને પાંચ કારણો બતાવીએ છીએ.

કેપ્ટન વિક્રમ બત્રાએ દેશ માટે શહીદી વ્હોરી હતી અને એ જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. સૈનિકની સખત ટ્રેનિંગથી લઈને યુદ્ઘના મેદાન સુધી, વિક્રમ બત્રાની સફળતાની સફરને રજૂ કરવા માટે સિદ્ઘાર્થ મલ્હોત્રા તૈયાર છે. આશ્ચર્યની વાત એ છે કે, કેપ્ટનની ફેમિલી તેમની બાયોપીકમાં માત્ર સિદ્ઘાર્થને જ જોવા માંગતી હતી, કારણ કે સિદ્ઘાર્થમાં તેમને તેમનો દીકરો દેખાય છે.

ખાસ વાત એ છે કે, 'શેરશાહ' માત્ર વોર ડ્રામા જ નથી. આનું શૂટિંગ રિયલ લોકેશન પણ થયું છે. ટીમ ફિલ્મના શૂટિંગ માટે કારગિલ પહોંચી હતી. સિદ્ઘાર્થે કહ્યુ કે, સારુ લાગે છે કે, ફિલ્મ એ જ ધરતી પર શૂટ થઈ. ઓડિયન્સ જાણશે કે કેવી રીતે આપણા જવાનોએ યુદ્ઘ ખેલ્યું હતું. એટલું જ નહીં ફિલ્મની ટીમ કેપ્ટન બત્રાના રિયલ લાઈફ સાથીઓને પણ મળી હતી જેથી સ્ટોરી સાથે ન્યાય કરી શકાય.

રિયલ લાઈફમાં કથિત રીતે કપલ સિદ્ઘાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલીવાર કોઈ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. જે ફેન્સ માટે એક ટ્રીટથી ઓછુ નથી. કિયારાએ કહ્યું હતું કે, કો સ્ટાર તરીકે સિદ્ઘાર્થ ખૂબ જ ફોકસ્ડ છે. તેને ખૂબ જ તૈયારીઓ કરવી ગમે છે અ તે ખૂબ જ વાંચે છે. કિયારાએ કહ્યું કે, હું પણ એવું જ કરૂ છું. આ રીતે એકબીજાને મળતા રહીએ છીએ. કિયારના જણાવ્યા મુજબ, આ ઈન્ડસ્ટ્રીમાં સિદ્ઘાર્થ તેની નજીકના દોસ્તોમાંનો એક છે.

સિદ્ઘાર્થ મલ્હોત્રાએ કેપ્ટન બત્રાના રોલ માટે ખૂબ જ મહેનત કરી છે અને અનેક વોર સીન્સ શૂટ કર્યા છે. રિયલિસ્ટિક ટચ માટે મેકર્સે અનેક રિયલ લાઈફ સોલ્જર્સનો સંપર્ક કર્યો હતો. જે ટ્રેન્ડ કરવામાં આવ્યા અને પછી ફિલ્મિંગ પ્રોસેસનો ભાગ બન્યા. સિદ્ઘાર્થે કારગિલ શેડ્યૂલના ટફ ટાઈમનો ઉલ્લે કરતા કહ્યું કે, અમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જવાનો પ્રત્યે સંપૂર્ણ સન્માન છે કે જેઓએ ખરેખરમાં અમારા માટે યુદ્ઘ કર્યુ, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.

'શેરશાહ'ના દમદાર નરેટિવને સારા સોંગનો પણ સપોર્ટ મળ્યો છે. જય હિન્દ કી સેના...સોંગમાં એક સૈનિકનું ઝુનૂન અને ડેડિકેશનને ખૂબ જ સારી રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે. આમાં એકશન અને ટ્રેનિંગ સીન્સ પણ જોવા મળે છે. આ સિવાય સિદ્ઘાર્થ અને કિયારાનો રોમાન્સ પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. જેના માટે બી પ્રાક અને જસલીન રોયલે અવાજ આપ્યો છે. રાતાં લંબિયા ગીત દિલને ગમી જાય એવું છે. જેમાં કપલના ફ્લેશ મોમેન્ટને રજૂ કરવામાં આવ્યા છે.

(10:22 am IST)