Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કશ્‍મીરી પંડિતો પર વધુ એક ફિલ્‍મ ‘ધ હિન્‍દુ બોય' રિલીઝ

મુંબઈઃ ફિલ્‍મનિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્‍મ ‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ'ને લાખો દર્શકોએ વખાણી હતી. ૯૦ના દાયકામાં કાશ્‍મીરી પંડિતો પર એક સમુદાય દ્વારા કરવામાં આવેલા અત્‍યાચારોને એ ફિલ્‍મમાં દર્શાવવામાં આવ્‍યા હતા. હવે દર્શકો માટે આ ફિલ્‍મને આ જ થીમ પરની વધુ એક ફિલ્‍મ ‘ધ હિન્‍દુ બોય' રિલીઝ થઈ છે.
ફિલ્‍મ ‘ધ હિન્‍દુ બોય'માં શરદ મલ્‍હોત્રા લીડ ભૂમિકામાં છે. આ ફિલ્‍મની વાર્તા એક કશ્‍મીરી હિન્‍દુ પંડિત યુવા પર આધારિત છે, જેને સલામતી રૂપે બહાર મોકલી દેવામાં આવે છે, જયારે તે ૩૦ વર્ષ પછી પોતાના ઘરે કાશ્‍મીર પરત ફરે છે, ત્‍યારે ત્‍યાંની સ્‍થિતિ કેવી હોય છે અને તે કેવો અનુભવ કરે છે?  આ ફિલ્‍મ આ કથાવસ્‍તુ પર આધારિત છે. આ યુવકની ભૂમિકા શરદ મલ્‍હોત્રાએ ભજવી છે.
શરદ મલ્‍હોત્રાએ સિરિયલ અને ફિલ્‍મોમાં ઉમદા એક્‍ટિંગથી ફેન્‍સનું દિલ જીતી લીધું છે. હવે ફેન્‍સ તેને અલગ ભૂમિકામાં જોવા ઘણા ઉત્‍સાહિત છે. શરદ મલ્‍હોત્રા ‘નાગિન ૫', ‘વિદ્રોહી', ‘એક તેરા સાથ', ‘કસમ' અને ‘બનૂં મેં તેરી દુલ્‍હન' જેવી ધારાવાહિક અને ફિલ્‍મોમાં વિવિધ ભૂમિકાઓ માટે લોકોની પસંદ રહ્યો છે. હવે આ નવી અને અલગ ભૂમિકાની સાથે તે ફેન્‍સને સરપ્રાઇઝ આપવાનો છે
‘ધ હિન્‍દુ બોય'નું ડિરેક્‍શન શાહનવાઝ બાકલે કર્યું છે અને એની કથા અને પટકથા પણ લખી છે. મને આશા છે કે આ ફિલ્‍મ સારો દેખાવ કરશે, એમ ફિલ્‍મનિર્માતા પુનિત બાલને કહ્યું હતું.

 

(11:45 am IST)