Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આ પ્લેટફોર્મ સતત આગળ વધશેઃ નીરજ

ફિલ્મી પરદે અલગ જ ઓળખ બનાવનાર અભિનેતા નીરજ કાબીને દર્શકો ડિજીટલ પ્લેટફોર્મને કારણે વધુ ઓળખતા થયા છે. નીરજ સ્પષ્ટપણે કહે છે કે ડિજીટલ પ્લેટફોર્મ સતત આગળ વધી રહ્યું છે. નીરજ કાબી છેલ્લે વિદ્યા બાલનની સાથે 'શેરની' અને વેબ-સિરીઝ 'અવરોધ'માં જોવા મળ્યો હતો. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે આ પ્લેટફોર્મ સતત આગળ વધતું રહેશે. સમયની સાથે તે વધુને વધુ ઉત્કૃષ્ટ બનતું જશે. અહિ દેખાડવામાં આવતું કન્ટેન્ટ અદ્દભુત હોય છે. ડિજિટલ પ્લેટફોર્મ થકી અનેક નવા નિર્દેશક અને એકટર્સ પણ મળી રહ્યા છે.   અલગ પ્રકારની ફિલ્મમેકિંગ અહીં જોવા મળે છે. વેબ-સિરીઝ બનાવવાની જે રીતભાત છે એ અલગ છે, પછી એમાં રાઇટિંગ અને સ્ક્રીનપ્લે પણ આવી જાય છે. અનેક નવા રાઇટર્સ પણ આવી રહ્યા છે. ડિજિટલ  પ્લેટફોર્મ પર આવતા શોના દર્શકોનો એક અલગ વર્ગ છે. દર્શકોનું ધ્યાન કઈ રીતે જળવાઈ રહે એ વાતને અહિના બધા જ નિર્માતા સારી રીતે જાણે છે. આ સકારાત્મક બાબત ડિજિટલ પ્લેટફોર્મ માટે ફાયદાકારક છે.

(10:29 am IST)