Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

એ માટે સખત તાલિમ જરૂરી હતીઃ મૃણાલ

અભિનેત્રી મૃણાલ ઠાકુરે બોલીવૂડમાં એક પછી એક મોટી ફિલ્‍મો મેળવવાનું યથાવત રાખ્‍યું છે. હવે તે એક અલગ જ રોલમાં જોવા મળવાની છે. ગુમરાહ નામની થ્રિલર ફિલ્‍મ તે કરી રહી છે. જેમાં તે પોલીસનો રોલ નિભાવી રહી છે. મૃણાલે પોતાના આ રોલ માટે મહિલા પોલીસ સાથે ચર્ચા કરવાની સાથોસાથ તેમની સાથે સમય પણ પસાર કર્યો હતો. તદુપરાંત તેણે જરૂરી એવી શારીરિક તાલિમ પણ લીધી હતી. મૃણાલે કહ્યું હતું કે આ રોલ એક સમર્પિત પોલીસ ઓફિસરનો છે. આ પાત્રને ન્‍યાય આપવા માટે મારે સખત તાલિમ લેવી જરૂરી હતી. એ કારણે મેં જરૂરી તમામ તાલિમ લીધી હતી. પોલીસ જેવા દેખાવા માટે મેં દરેક વસ્‍તુઓ પર હાથ અજમાવ્‍યો હતો. મારા રોલમાં કચાશ ન રહી જાય એ માટે મહિલા પોલીસ કર્મચારી, અધિકારીને હું મળી હતી અને તેની સાથે વાતો કરી સમય ગાળી વિશેષ માહિતીઓ એકઠી કરી હતી. તેમજ તેમની દૃષ્ટિએ વિશ્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મૃણાલની અન્‍ય ફિલ્‍મોમાં આંખ મિચોલી, પીપ્‍પા અને સિતા રામમ (તેલુગુ)નો સમાવેશ થાય છે.

(10:10 am IST)