Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ

મુંબઇ: અભિનેતા અર્જુન કપૂરે પોતાની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડના પાત્ર માટેની પૂર્વતૈયારી શરૃ કરી દીધી હોવાની માહિતી મળી હતી. ફિલ્મ ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહ બનાવી રહ્યા છે. અગાઉ ફિલ્મની પહેલી કડી જેવી ફિલ્મ નમસ્તે લંડનમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્યાં હતાં. વિપુલની ઇચ્છા તો અક્ષયને લઇનેજ બીજી ફિલ્મ બનાવવાની હતી પરંતુ અક્ષય પાસે હાલ સમય પણ નથી અને એને બીજી ફિલ્મની સ્ક્રીપ્ટ અંગે કેટલાક વાંધા વચકા હતા એટલે વાત જામી નહીં. અર્જુને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કરીને લખ્યું કે મેં આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડના મારા પાત્રની પૂર્વતૈયારી આદરી દીધી છે. ફિલ્મ ઑગષ્ટમાં ફ્લોર પર જવાની છે. વિપુલની યોજના મુજબ ઇંગ્લેંડ ઉપરાંત ફિલ્મનંુ શૂટિંગ પેરિસ, સ્વીત્ઝરલેન્ડ, બ્રસેલ્સ  અને પંજાબમાં થવાનું છે.

(5:29 pm IST)