Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

હું ફિલ્‍મ ઇંડસ્‍ટ્રીની કોઇ કેંપ અથવા ગેંગનો હિસ્‍સો નથી : એકટર શ્રેયસ તલપડે

અભિનેતા શ્રેયસ તલપડેએ કહ્યું છે કે તે ફિલ્‍મ ઇંડસ્‍ટ્રીની કોઇ કેંપ યા ગેંગનો હિસ્‍સો નથી અને કામમાં ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં વિશ્વાસ રાખે છે. એમણે કહ્યું બહાર જાઉ છું. મારૂ કામ કરૂં છું બેસ્‍ટ શોટ આપુ છું અને ઘર આવી જાઉ છું. મારાથી કોઇ ચીજો છુટી ગઇ ખુશી છે કે ઘણી ચીજોથી હું પણ છુટી ગયો. હું સ્‍વસ્‍થ છું કે સોશલ મીડિયા પર વધુ એકટીવ નથી.

(11:54 pm IST)