News of Wednesday, 7th March 2018

ત્રણ ભાષામાં બનશે ફિલ્મ 'રામાયણ': ૫૦૦ કરોડનું બજેટ

ભારતના સોૈથી મોટા ધાર્મિક ગ્રંથ રામાયણ પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ બનાવવા નિર્માતાએ યુપી સરકાર સાથે એમઓયુ કર્યા છે. ફિલ્મ થ્રીડીમાં બનશે. નિર્માતાઓ અલ્લુ અરવિંદ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના આ ફિલ્મ તમિલ, તેલુગૂ અને હિન્દી ભાષામાં બનાવશે. આ ફિલ્મ ૫૦૦ કરોડના બજેટ સાથે ભારતની સોૈથી મોંઘી ફિલ્મ બનશે. નિર્માતાઓએ કહ્યું હતું કે અમે નવી ટેકનોલોજી અને વીએફએકસ સાથે આ પોૈરાણીક કથાને નવી પેઢી સમક્ષ લાવવા ઇચ્છીએ છીએ. આટલા મોટા બજેટની ફિલ્મ હજુ સુધી બની નથી. તાજેતરમાં ઇન્વેસ્ટર સમિટ અંતર્ગત આ એમઓયુ સાઇન કરાયા હતાં. ફિલ્મ બાહુબલીને ટક્કર આપે તેવી બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

(9:40 am IST)
  • નીટની પરીક્ષા માટે આધારકાર્ડ ફરજીયાત નહીં : સુપ્રિમ કોર્ટ : સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે નીટ ૨૦૧૮ની પરીક્ષા માટે આધારકાર્ડ ફરજીયાત નથી : પરીક્ષા દેનારા વિદ્યાર્થીઓએ ઓળખાણ માટે ડ્રાઈવીંગ લાયસન્સ, મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો માન્ગ રહેશે : સુપ્રિમ કોર્ટે સરકારને કહ્યુ કે હાલના તબક્કે કોઈપણ પરીક્ષામાં આધારકાર્ડ ફરજીયાત બનાવવામાં ન આવે access_time 4:55 pm IST

  • ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાય છે, પરંતુ માહિતી મળી છે તે ખરેખર ચોંકવનારી છે. રણજી રમનાર ક્રિકેટરોને છેલ્લા 2 સીઝનની મેચ ફી મળી નથી. રણજી રમનાર ક્રિકેટરોને 2016-17ની ફી હજી સુધી મળી નથી. આ અંગે નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન એન. શાહ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણાં ખેલાડીઓને તો છેલ્લા બે વર્ષની મેચ ફી મળી નથી access_time 9:16 am IST

  • અરૂણ જેટલી ઉત્તરપ્રદેશથી ચૂંટણી લડશેઃ માંડવીયા-રૂપાલા ગુજરાતથી લડશેઃ કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાતની રાજ્યસભાની બેઠક પરથી ચૂંટાયેલા અરૂણ જેટલી હવે ઉત્તરપ્રદેશથી રાજ્યભાસની ચુંટણી લડશે તેવી જાહેરાત થઇ છેઃ ત્યારે કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોત્તમભાઇ રૂપાલા ગુજરાતથી રાજ્યસભાની ચુંટણીઓ લડશે access_time 4:30 pm IST