Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' સિરીયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા પતિ માલવ રાજડા સાથે લિપ કિસ કરતી જોવા મળી

કપલના રોમેન્‍ટીક અંદાના સૌ કોઇએ રિએકશન આપ્‍યા

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક કલાકારોએ પોતાના કામથી લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનારી પ્રિયા આહુજાને પણ લોકો ખુબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે એક્ટિવ છે. પ્રિયા આહુજાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પતિ માલવ રાજડા સાથે રોમેન્ટિક જોવા મળી રહી છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

પતિને કરી લીપ લોક કિસ

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયા આહુજા ખુબ સુંદર લાગી રહી છે અને તે ખુશીથી ઝૂમી રહી છે. ત્યારબાદ તે પતિ માલવ રાજડાને લિપ કિસ કરતી જોવા મળી. કપલના આ રોમેન્ટિંક અંદાઝને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ વીડિયો જોઈને પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે.

બે વાર થઈ ચૂક્યા છે લગ્ન

અત્રે જણાવવાનું કે પ્રિયા આહુજા અને માલવ રાજડાએ વર્ષ 2021માં 10 નવેમ્બરે તેમના લગ્નની 10મી વર્ષગાંઠ ઉજવી હતી. આ અવસરે બંનેએ એકવાર ફરીથી લગ્ન કર્યા અને દરેક રસ્મને નિભાવી. આ લગ્નમાં પ્રિયાનો 2 વર્ષનો પુત્ર પણ સામેલ થયો હતો. પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે જેને ફેન્સ પણ ખુબ પસંદ કરે છે.

પતિ છે ડાઈરેક્ટર

પ્રિયા અને માલવની મિત્રતા સેટ પર થઈ હતી. ત્યારબાદ પ્રેમ થયો અને બંનેએ 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કરી લીધા. 8 વર્ષ બાદ 27 નવેમ્બર 2019ના રોજ પ્રિયા માતા બની અને પુત્રને જન્મ આપ્યો. માલવ રાજડા ગુજરાતી ડાઈરેક્ટર છે અને તેઓ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે ચીફ ડાઈરેક્ટર તરીકે જોડાયેલા છે.

(5:40 pm IST)