Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજામૌલીની આગામી ફિલ્મમાં નજરે પડશે મહેશ બાબુ

મુંબઈ: ટોલીવુડ હિટમેકર એસ.એસ. રાજામૌલી આ દિવસોમાં તેમના સૌથી ચર્ચિત પ્રોજેક્ટ 'RRR'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તેના આગામી મોટા પ્રોજેક્ટ વિશે વધુ ન જણાવતા, રાજામૌલીએ મહેશ બાબુ સાથેની એક મોટી ફિલ્મનો સંકેત આપ્યો છે, જેની જાહેરાત થવાની બાકી છે.રાજામૌલી જણાવે છે કે રોગચાળાને કારણે મારે 'RRR' માટે ઘણું બધું કરવાનું હતું. ઘણી સ્થગિતતા અને અનિશ્ચિતતા સાથે, મારે એકલા 'RRR' પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું. દરમિયાન, હું વાર્તા પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજામૌલીના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ આગળનું પગલું નક્કી કરે છે ત્યારે તેમને વાર્તાને સંપૂર્ણ રીતે લખવામાં લગભગ છ થી સાત મહિનાનો સમય લાગે છે.

 

(5:26 pm IST)