Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાની મુખર્જીની 'હિચકી'ફિલ્મ હવે રજૂ 23 માર્ચે

મુંબઇ:  અભિનેત્રી રાની મુખરજી ચોપરાની કમબેક ફિલ્મ હિચકીની રિલિઝ ડેટ ફેરવવામાં આવી હોવાની જાહેરાત યશ રાજના પ્રવક્તાએ ગુરુવારે કરી હતી. માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા મુક્ત વાતાવરણમાં ફિલ્મ માણી શકે એટલા માટે નિર્ણય લેવાયો છે. ( વાત જુદી છે કે માર્ચ અને એપ્રિલમાંજ સ્કૂલ કૉલેજોની પરીક્ષા હોય છે વાત યશરાજના પ્રવક્તાને ખ્યાલમાં રહી લાગતી નથી). આદિત્ય ચોપરા સાથે ઇટાલીમાં લગ્ન અને એક પુત્રીની માતા બન્યા પછી રાની ફિલ્મથી અભિનય ક્ષેત્રે કમબેક કરી રહી છે. અગાઉ રીતે લગ્ન અને પુત્રીની માતા બન્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચને કમબેક કર્યું હતુંનિર્માતા મનીષ શર્માએ એક નિવેદનમાં કહ્યું કે અમે જ્યાં જ્યાં જાણકારો અને વિતરકોને હિચકી બતાવી ત્યારે એવો અભિપ્રાય મળ્યો કે કન્ટેન્ટ યુક્ત (સરસ કથા ધરાવતી ) અને સરસ માવજત ધરાવતી આવી ફિલ્મો અગાઉ બહુ ઓછી આવી છે એટલે વધુ ને વધુ ઓડિયન્સ સુધી પહોંચે રીતે એને રજૂ કરવી જોઇએ. સૂચનને ધ્યાનમાં રાખીને અમે ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી હતી. અગાઉ થયેલી જાહેરાત મુજબ હિચકી ચાલુ માસની ૨૩મીએ રજૂ થવાની હતી. હવે માર્ચની ૨૩મીએ રજૂ થશે એવું પ્રવક્તાએ ગુરુવારે મિડિયા સમક્ષ જાહેર કર્યું હતું.

(4:37 pm IST)