Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે ચાર્જશીટ દાખલ: જાતીય સતામણી અને પીછો કરવાનો આરોપ

મુંબઈ: 2020માં નોંધાયેલા યૌન ઉત્પીડન અને પીછો કરવાના કેસમાં પોલીસે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગણેશ આચાર્ય પર એક મહિલા કો-ડાન્સરે આરોપ લગાવ્યો હતો. ગુરુવારે પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ગણેશ આચાર્ય અને તેમના એક સહાયક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદની તપાસ કરી રહેલા ઓશિવારા પોલીસ અધિકારી સંદીપ શિંદેએ જણાવ્યું હતું કે તાજેતરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, અંધેરીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

(6:15 pm IST)