Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

રિમી સેન સાથે 4.14 કરોડની છેતરપિંડી: પોલીસમાં FIR દાખલ

મુંબઈ: અભિનેત્રી રિમી સેન છેતરપિંડીનો શિકાર બની છે. એક બિઝનેસમેને તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ અભિનેત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે મુંબઈના ગોરેગાંવના એક બિઝનેસમેન રૌનક જતિન વ્યાસે રિમીને રોકાણના નામે 4.14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રિમીએ આ મામલે ખાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. 29 માર્ચે પોલીસે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે વેપારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 409 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ છે.

(6:13 pm IST)