Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

એપ્રિલમાં જોવા મળશે જોનની જોરદાર એક્‍શન

જોન અબ્રાહમની વધુ એક એક્‍શનથી ભરપુર ફિલ્‍મ આવી રહી છે. એટેક પાર્ટ-૧ નામની તેની ફિલ્‍મ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્‍મનું એક ટ્રેલર રિલીઝ થયા બાદ બીજુ ટ્રેલર પણ આવ્‍યું છે. જેમાં એક્‍શનનો ભરપુર ડોઝ જોવા મળ્‍યો છે. અઢી મિનીટના આ ટ્રેલરમાં જોન દૂશ્‍મનોના દાંત ખાટા કરતો દેખાય છે. ફિલ્‍મમાં આટિફિશિયલ ઇન્‍જેલીજન્‍સની મદદથી જોનને સુપર સોલ્‍જર બનાવવામાં આવે છે. તે આતંકવાદીઓ સાથે મુકાબલો કરતો દેખાઇ રહ્યો છે.
આ ફિલ્‍મમાં જોન દેશી યોધ્‍ધાના રૂપમાં જોવા મળશે. ચાહકોને જોનનો લૂક ખબુ ગમ્‍યો છે. જોન સાથે ફિલ્‍મમાં જૈક્‍લીન ફર્નાન્‍ડીઝ, રકુલપ્રિત સિંહ મુખ્‍ય ભુમિકામાં છે. નિર્દેશન લક્ષ્યરાજ આનંદે કર્યુ છે. સુમિત બથેજા અને વિશાલ કપૂરએ ફિલ્‍મનું લેખક કર્યુ છે. આ ફિલ્‍મ અગાઉ જાન્‍યુઆરીમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે પહેલી એપ્રિલે સિનેમાઘરોમાં પ્રદર્શીત છે.  

 

(11:07 am IST)