Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

થ્રિલર ફિલ્‍મમાં વિદ્યુત સાથે અનુપમ

બોલીવૂડમાં સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, જોન અબ્રાહમની જેમ વિદ્યુત જામવાલ પણ તેની એક્‍શનને કારણે ચાહકોમાં વધુ લોકપ્રિય છે. તેની વધુ એક ફિલ્‍મ આવી રહી છે. અભિનયની સાથે વિદ્યુતે ફિલ્‍મ નિર્માણનું કામ પણ ચાલુ કર્યુ છે.  આઇબી-૭૧ નામની આ ફિલ્‍મમાં તેની સાથે અનુપમ ખેર પણ મુખ્‍ય ભુમિકામાં છે. વિદ્યુતના પ્રોડકશન હાઉસનું નામ એક્‍શન હીરો ફિલ્‍મ્‍સ રખાયુ઼ છે. આ બેનર તળે આઇબી-૭૧ બની રહી છે. જેનું નિર્દેશન ધ ગાઝી એટેકના નિર્દેશક સંકલ્‍પ રેડ્ડી કરી રહ્યા છે. અનુપમ ખેરે વિદ્યુત સાથેનો ફોટો પોસ્‍ટ કરીને અનુપમ ખેરે લખ્‍યું છે કે મેં મારી ૫૨૩મી ફિલ્‍મ ખુબ જ ટેલેન્‍ટેડ અને દિલથી ખુબ જ નમ્ર એવા વિદ્યુત જામવાલ સાથે કરી છે. તેની કંપની ‘ઍક્‍શન હીરો ફિલ્‍મ્‍સ' આ ફિલ્‍મને પ્રોડ્‍યુસ કરી રહી છે. આ એક અદ્દભુત થ્રિલર ફિલ્‍મ છે. વિદ્યુતની ખુદા હાફીઝ ચેપ્‍ટર ટુ પણ આવી રહી છે.

 

(11:07 am IST)