Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભરપુર મહેનત કરી છે આદિત્‍ય રોય કપૂરે

અભિનેતા આદિત્‍ય રોય કપૂર એક અલગ જ રોલમાં જોવા મળવાનો છે. તે ફિલ્‍મ ‘ઓમ-ધ બેટલ વિથ ઇન'માં એક્‍શન અવતારમાં દેખાવાનો છે. આ ફિલ્‍મમાં આદિત્‍ય સાથે સંજના સાંઘી મુખ્‍ય ભુમિકામાં છે. કપિલ વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મમાં આદિત્‍ય એંગ્રી યંગમેનનો રોલ નિભાવી રહ્યો છે. આ રોલ માટે આદિત્‍યને ખુબ મજબૂત બોડી બનાવવાની જરૂર પડી હતી. આ માટે આદિત્‍યએ ભરપુર મહેનત કરી હતી. સતત પાંચ મહિના સુધી આદિત્‍યએ તાલિમ લીધી હતી અને જબરદસ્‍ત બોડી બનાવ્‍યું હતુ઼. પાત્રમાં ઢળવા માટે આદિત્‍યએ મિક્‍સ્‍ડ ડબલ માર્શલ આર્ટસ, તાઇ ચી કુંગ ફૂ, ક્રાવ માગા અને અસોલ્‍ટ વેપનની તાલિમ લીધી હતી. આ માટે ખાસ તાલિમ લીધી હતી. તાલિમ વખતે તે દરરોજ વીસ મિનીટ દોડતો પણ હતો. રોજ ત્રણ કલાક તે બોડી બનાવવા મહેનત કરતો હતો. આ ફિલ્‍મ જુલાઇ મહિનામાં રિલીઝ થવાની છે.

 

(11:05 am IST)