Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

વિકી કૌશલ સાથે રોમેન્‍ટિક પળો વિતાવી રહી છે કેટરિના કૈફ

કેટરીનાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્‍સને પોતાના રોમેન્‍ટિક વેકેશનની ઝલક બતાવી છે

મુંબઇ,તા. ૧: કેટરિના કૈફ અને વિકી કૌશલ રજાઓ ગાળવા બહાર ગયા છે. કેટરીના કૈફે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. કેટરીનાએ ઈન્‍સ્‍ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્‍સને પોતાના રોમેન્‍ટિક વેકેશનની ઝલક બતાવી છે. ફોટોમાં કેટરીના વિકી સાથે દરિયાની વચ્‍ચે યાટ પર બેઠેલી જોઈ શકાય છે. ફોટોમાં વિક્કીએ કેટરિનાના ખોળામાં માથું રાખ્‍યું છે. આ સિવાય એક ફોટોમાં કેટરિના કૈફ નજારો માણી રહી છે, જયારે અન્‍ય એક ફોટોમાં તેણે પ્રકૃતિ અને સૂર્યાસ્‍તની ઝલક તબાવી છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન બાદથી પોતપોતાના પ્રોજેક્‍ટમાં વ્‍યસ્‍ત હતા. હવે આખરે એક સાથે ક્‍વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય કાઢ્‍યો છે. બંનેએ લોકેશન જાહેર કર્યું નથી. જો કે, કેટલાક ચાહકો એવું અનુમાન કરી રહ્યા છે કે તેઓ માલદીવમાં છે.

વર્ક ફ્રન્‍ટની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લે ફિલ્‍મ સરદાર ઉધમમાં જોવા મળ્‍યો હતો. અત્‍યારે તેની પાસે અશ્વથામા અને ગોવિંદા મેરા નામ જેવી ફિલ્‍મો છે. જયારે કેટરીના કૈફે બોલિવૂડની સાથે સાથે બિઝનેસ ઇન્‍ડસ્‍ટ્રીમાં પણ કમાલ કરી છે. કેટરિનાને તેની બ્રાન્‍ડ ર્ધ્‍ીક્ક ગ્‍ફર્ૂીયદ્દક્ક માટે બિઝનેસ આઇકોન ઓફ ધ યરનો એવોર્ડ મળ્‍યો છે. તે ટૂંક સમયમાં ફિલ્‍મ ટાઈગર ૩ અને ફોન ભૂતમાં જોવા મળશે. 

(10:46 am IST)