Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સાંસ્કૃતિક મહામંત્રી અને

કલાસર્જક, લેખક નાટયકાર અઝીઝ ઈબ્રાહીમનો આવતીકાલે જન્મ દિવસ

રાજકોટઃ સુપ્રધ્ધિ કલાસર્જક અને પ્રદેશ કોંગ્રેસના સાંસ્કૃતિક મહામંત્રી અઝીઝ ઈબ્રાહીમનો આવતીકાલે જન્મ દિવસ છે.

મુળ ઝાલાવાડ સુરેન્દ્રનગર ખાતે ૭મી જાન્યુઆરીના રોજ રવિવારે જન્મ થયો હતો, હાઈસ્કુલ કક્ષાથી જ વિવિધ નાટય સ્પર્ધાઓમાં ભાગ લઈ કલાસર્જક તરીકે યુવાવસ્થામાં નાટયજગતમાં નવુ પરિમાણ ઉભુ કરેલ હતું અને ગુજરાત સંગીત નૃત્ય નાટય અકાદમીની વડોદરા ખાતેની અંતિમ સ્પર્ધામાં તેમની કૃતિઓને પ્રથમ પારિતોષીતક મેળવેલ હતું. તેમજ મુંબઈ ખાતે પશ્ચિમ ઝોન નાટય સ્પર્ધામાં ૧૯૮૪/૮૫ માં વખત ૯ એવોર્ડ મેળવીને પ્રશંશા પ્રાપ્ત કરેલ. ફુલછાબમાં તેમની ધારાવાહિક કોલમ ''તાણાવાણા'' જે લોકપ્રિય થયેલ હતી.

આકાશવાણી રાજકોટ કેન્દ્રમાં તેમના અનેક ધ્વનિ નાટકો બ્રોડકાસ્ટ થયા છે, કેટલાંક નાટકો ભારતની વિવિધ ભાષાઓમાં પણ રજુ થયેલ.

દુરદર્શન રાજકોટ તથા અમદાવાદના કેન્દ્રો ઉપરથી તેઓની ટેલીફિલ્મો પ્રસારણ પામેલ છે. જેમાં એક ફિલ્મને રાષ્ટ્રીય પારિતોષીક તથા હૈદ્રાબાદ દુરદર્શન કેન્દ્ર ઉપર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેમણે ૫૦ થી વધુ ટેલીફિલ્મોનું લેખન- દિગ્દર્શન સંભાળેલ છે.

કલાસર્જકની કૃતિઓ, ચક્રવ્યુહ, એક અંધારી રાત, ત્યાગ, તર્પણ, ભવોભવ, જનમ જન્માન્તર, વિષયચક્ર, આંસુના સૂરજ, ઉપરાંત સાલ ૨૦૧૬ના વર્ષમાં તેમનું સફળ નાટક ''એક પાનખરનુંસમણું વસંત'' તથા સાલ ૨૦૧૭ માં ''ધુમ્મસની આરપાર'' એ જવલંત સફળતા પ્રાપ્ત કરેલ છે. તેઓને ગુજરાત કક્ષાની ''નાટય ભૂષણ''ની માનદ ઉપાધી અર્પણ કરવામાં આવેલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સાંસ્કૃતિક મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહેલ છે.(મો.૯૮૨૪૦ ૩૯૧૬૪)

(4:09 pm IST)