Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

જૂનાગઢ :. સેવાભાવી ડો. દેવરાજભાઈ પાંચાભાઈ ચિખલીયાનો આજે જન્મ દિવસ છે.

જૂનાગઢના સેવાભાવી ડો. ડી.પી. ચિખલીયાનો જન્મદિન

તા. ૧-૧-૧૯૫૧ના રોજ જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે ખેડૂત પરિવારના પાંચાભાઈ વશરામભાઈ ચિખલીયા અને મણીબેનને ત્યાં જન્મેલ શ્રી ચિખલીયાએ કારકિર્દી મેડીકલ ક્ષેત્રે શરૂ કરી ૧૯૮૦માં એમ.એસ. (સર્જન) બન્યા અને સુવર્ણચંદ્ર વિજેતા થયેલ. તેઓ જૂનાગઢ ત્રિમુર્તિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલના છે અને ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ન્યુ દિલ્હીના વાઈસ ચેરમેન પદે સેવા આપી રહ્યા છે. ઈન્ડીયન મેડીકલ એસો. જૂનાગઢના પ્રમુખ તરીકે પાંચ ટર્મ સુધી સેવા આપેલ. હાલ તેઓ જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તેમજ ૧૪ જેટલી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે.

તેઓ ૧૦૦ જેટલી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તબીબ કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે અને મેડીકલ ક્ષેત્રે ૧૯૮૧થી લઈ અત્યાર સુધીમાં નાના મોટી ૧૫ લાખ જેટલી સર્જરી કરી રેકોર્ડ સર્જેલ છે. તદઉપરાંત સૌરાષ્ટ્રમાં ૧૫૦ જેટલા વિનામૂલ્યે કેમ્પ યોજી એક લાખથી વધુ દર્દીઓની સારવાર કરેલ છે. તેઓ ૧૯૯૧થી ભાજપના સક્રીય સભ્ય છે. ડો. ચિખલીયા તેમના આયુષ્યના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. ૯૮૨૫૨ ૩૧૭૩૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:58 pm IST)