Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કારકીર્દિના પ્રારંભે રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા

ગુજરાત શહેરી વિકાસ કંપનીના એમ. ડી. લોચન સેહરાનો જન્મદિન

રાજકોટ :. ગુજરાત સરકારની શહેરી વિકાસ કંપનીના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા ૨૦૦૨ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી લોચન સેહરા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. આજે તેમણે વાઈબ્રન્ટ જીવનના ૩૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. (જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦)

 

મૂળ રાજસ્થાનના વતની શ્રી લોચન સેહરા અગાઉ લોચનસિંહ મીના તરીકે ઓળખાતા હતા. સાબરકાંઠામાં તાલીમી સમયગાળો પુરો કર્યા બાદ તેમણે રાજકોટમાં મદદનિશ કલેકટર, જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર, ભરૂચ અને સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ મહેસાણા અને વડોદરામાં જિલ્લા કલેકટર, રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક વગેરે સ્થાન પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે. કાર્યકુશળ અધિકારી તરીકે જાણીતા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૬૧૨૬

મો. ૯૯૭૮૪ ૦૯૯૦૨ - ગાંધીનગર

(10:10 am IST)