Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સબળ-સફળ નેતૃત્વના પર્યાય અનીશ જોશીનો જન્મ દિવસ

વોર્ડ નં. ૧૪ ભાજપ પ્રમુખ અને જાણીતા એડવોકેટ

રાજકોટ, તા. ૨૭ :. બાલ્યકાળથી જ આર.એસ.એસ. અને અનેક રચનાત્મક પ્રવૃતિમાં અગ્રેસર રહી હાલ ભાજપમાં વોર્ડ નં. ૧૪ના પ્રમુખ પદે કાર્યરત અનીશ જોશી તેના યશસ્વી જીવનના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪માં વર્ષના પ્રગતિશીલ જીવનમાં મંગલ પ્રવેશ કરેલ છે.

મિત્રોમાં 'મેક'ના નામથી જાણીતા અનીશભાઈ જોશીએ બી.કોમ., એલ.એલ.બી.નો સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ વકીલાતના વ્યવસાયમાં અગ્રેસર છે. અનીશ જોશી સેવાવ્રતધારી છે.  સેવાના કામમાં રાત-દિવસ જોયા વિના દોડયા કરે છે અને પૂણ્યનું ભાથુ બાંધે છે. ભાંગ્યાના ભેરૂ તરીકે જાણીતા થયેલા અનીશભાઈ જોશી હાલ વોર્ડ નં. ૧૪ના ભાજપના પ્રમુખ, રેઈનબો યંગ ગ્રુપના પ્રમુખ તેમજ કોર્પોરેશન કે લોકસભાની ચૂંટણીમાં સક્રીય બની ભાજપ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારી સુપેરે નિભાવે છે. સબળ અને સફળ નેતૃત્વ ધરાવતા અનીશ જોશીના જન્મ દિવસે મો. ૯૯૦૯૬ ૧૦૧૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

ખુશી સે બિતે હર દિન, હર સુહાના સફર હો,

જીસ તરફ કદમ પડે આપકે, વહા ફુલો કી બરસાત હો...

(4:25 pm IST)