Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

વોર્ડ નં.૧ના ભાજપના પુર્વ પ્રમુખ જયદીપસિંહ જાડેજાનો જન્‍મ દિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧ના ભાજપના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયદીપસિંહ જાડેજાનો આજે તા.૧૫ના રોજ જન્‍મદિવસ  છે. તેઓએ યશસ્‍વી જીવનનાં ૪૯માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ છેલ્લા ર૩ વર્ષથી ભાજપમાં જોડાયેલા છે. વિવિધ જવાબદારી વહન કરી રહ્યા છે. લોક પ્રશ્નો ઉકેલવામાં સતત દોડતા રહે છે. અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. જયદીપસિંહના ધર્મપત્‍ની દુર્ગાબા વોર્ડ નં. ૧માં સતત બીજી ટર્મમાં કોર્પોરેટર તરીકે કાર્યરત છે. આજે તેઓના જન્‍મદિવસે રાજકીય, સામાજીક સંસ્‍થાઓના આગેવાનો, કાર્યકર્તા, શુભેચ્‍છકો તથા મીત્ર, પરિવારજનો દ્વારા (મો.નં. ૯૦૧૬૯૧૧૬૧૨) શુભેચ્‍છા વરસી રહી છે.

(4:20 pm IST)