તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
BCCI ટીમને આપશે અધધધ... ૧૨૫ કરોડ
બોર્ડે કહ્યુ આપણી ટીમે આખી ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે, આ શ્રેષ્ઠ ઉપલબ્ધી બદલ તમામ ખેલાડીઓ, કોચ અને સ્ટાફને અભિનંદન

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ કહ્યું કે, ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે ૧૨૫ કરોડ રૂપિયા અપાશે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું છે કે, ટી૨૦ વર્લ્ડકપ-૨૦૨૪માં ચેમ્પિયન બનવા બદલ ભારતીય ટીમને અભિનંદન. અમે ટીમ ઈન્ડિયા માટે ૧૨૫ કરોડ રૂપિયાનું પુરસ્કાર જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરીએ છીએ. બોર્ડે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, દૃઢ સંકલ્પ અને ખેલ ભાવના સાથે પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ઠ ઉપલબ્ધી બદલ તમામ ખેલાડીઓ, કોચો અને સાથી સ્ટાફને અભિનંદન...
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
