તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જામનગર શહેર અને ધ્રોળ- જોડીયામાં પાંચ દિવસના વિરામ બાદ ફરીથી મેઘો મંડાયો: વરસાદી ઝાપટાં શરૂ
ધ્રોલમાં પણ વરસાદી વાતાવરણ: કાલાવડ- લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ હવામાન પલટાયું

જામનગર :જામનગર શહેર અને જિલ્લામાં પાંચ દિવસના વિરામ બાદ વહેલી સવારથી એકાએક હવામાનમાં પલ્ટો આવ્યો છે, અને હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ફરીથી વરસાદી માહોલ બંધાયો છે. અને ઝરમર વરસાદ શરૂ પણ થઈ ગયો છે.
હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, અને વરસાદી માહોલ પણ બંધાયેલો જોવા મળે છે. ત્યારે જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ આકાશમાં ફરી વાદળો ના ગંજ ખડકાઈ ગયા હતા, અને ધીમે ધીમે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં પણ વરસાદી માહોલ બંધાયો છે, અને સવારે ૬.૦૦ વાગ્યાથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. ઉપરાંત ધ્રોલમાં પણ વરસાદી વાતાવરણ બનેલું છે, અને ૭ મી.મી. જેટલો વરસાદ પડી ગયો છે.
કાલાવડ- લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ હવામાન પલટાયું છે, અને વાદળછાયું વાતાવરણ બન્યું છે. હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
