તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
પોરબંદર જિલ્લામાં પ્રમોશન મળેલ પોલીસ કર્મીઓનું બહુમાન

પોરબંદર : જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના ૧૩ પો. હેડ કોન્સ. ને એ.એસ.આઇ. નું તથા ૧૩ પો. કોન્સ.ને પો. હેડ કોન્સ.નું પ્રમોશન આપવામાં આવેલ હોય. જે અંતર્ગત પ્રમોશન મેળવેલ ૧૩ એ.એસ.આઇ. તથા ૧૩ પો. હેડ કોન્સ. નું રેન્ક સેરેમનીનું આયોજન પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગરીથસિંહ જાડેજાની આગેવાનીમાં કરવામાં આવેલ હતું. જેમાં શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. તથા ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વિરલ દલવાડી તથા પોરબંદર જિલ્લાના પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટરો તથા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા. તેમજ પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રમોશન મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવેલ તે તસ્વીર.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
