તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
રાજુલામાં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડના સુત્રધારે એસીડ પીધુઃ મહિલાની ધરપકડ
મુખ્ય સુત્રધાર અમદાવાદ સારવારમાં: મહિલાના બે દિવસના રિમાન્ડ જ્યાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવેલ તે ઇન્સ્ટિટ્યુટને શીલ કરવામાં આવ્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩: રાજુલામાં કેરલા શિક્ષણ બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાડમાં ઇન્સ્ટિટયુટ સાથે કામ કરનાર સુત્રધારે એસીડ પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવેલ છે. પોલીસ દ્વારા પાસપોર્ટ કચેરીમાં આ ડુપ્લીકેટ માર્કશીટ રજુ કરનાર મહિલાઓની ધરપકડ કરી બેદિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. અને પોલીસે જુદા જુદા મુદ્દાઓ અંગે પુછપરછ હાથ ઘરી છે. અગાઉ રાજુલા અને હાલ અમરેલી રહેતી માધવીબેન શિવમભાઈ ગોસાઈ નામની મહિલાએ પોતાના પાસપોર્ટની અરજી માટે કેરલા શિક્ષણ બોર્ડની બનાવટી ધો. ૧૨ની માર્કશીટ રજુ કરી હતી. રિઝયોનલ પાસપોર્ટ ઓફ અમદાવાદ દ્વારા આ માર્કશિટ આપનાર ઓથોરિટીને ખરાઈ માટે મોકલતાં તે માર્કશીટ બનાટી હોવાનું પદર્દાફાશ થયો હતો. આ ઘટના અંગે તપાસ બાદ રાજુલા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા બે વખત પુછપરછ માટે આરોપી રિઝવાન લઠ્ઠા પોલીસ સ્ટેશનમાં બોલવતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા ડરને કારણે તેમણે પોતાના ઘરે એસીડ પી લીતાં ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવેલ છે. અને રાજુલાના પિઆઈ આઈ. જે. ગીડાએ માથવીબેન ગોસાઈની ઘરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવશે.
સાવરકુંડલાના ગોરઠકા અને અમરેલીમાં યુવતિઓ ગુમ
સાવરકુંડલા તાલુકાના ગૌરડકા ગામે રહેતી યુવત પોતાના ગોરડકાથી વિજપડી ગામે જાગરણના પુજાપાનો સામન લેવા ગયા બાદ ત્યાંથી કોઇને કહ્યા વગર કયાંક જતી રહી ગુમ થયાનું નાજાભાઈ મામૈયાભાઈ ચાંદુએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં અમરેલી બહારપરા કોળીવાડમાં રહેતી યુવતિ ફરસાણની દુકાને ઘરેથી સેવા લેવા જવાનું કહી કયાંક જતી રહી ગુમ થયાનું યુવતીના મામી લીલાબેન આંબાભાઈ ચાવડાએ અમરેલી સિટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લીલીયા અને બગસરામાં મોબાઈલ ચોરાયા
લીલીયા નિલાગરા મહાદેવ મંદિરથી વડવાળા ચોક સુધી બાઇક લઇ આવતાં રિકેશભાઈ રમેશભાઈ વઢવાણાના પેન્ટના ખીસામાંથી વીવો કપંનીનો મોબાઈલ રૂમ. ૨૫,૦૦૦ની કિંમતનો પડી જતાં કોઇ ચોરી ગયાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે બગસરામાં રાહુલભાઇ ચંદુભાઈ પરમારનો વન પ્લસ કંપનીનો મોબાઇલ રૂ. ૧૫,૦૦૦ની કિંમતનો કોઈ ચોરી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધારીના ખીરારીમાં મહિલા સાથે ઠગાઈ કરી
ખીસરી ગામે મંજુબેન ભનુભાઇ શિશણાદા ઉ.વ. ૩૮ને મણીલાલ રામજીભાઇ, દર્શન મણીલાલ રામજી ચાંદોરએ તેના મોહિત ફાર્મમાં આંબાની કલમો ગાડીમાં ભરવા માટે મજુરોની મજુરી કામે બોલાવીને એક મજુરને એક દિવસના રૂ.૫૦૦ મજુરી આપવા તેમજ મજુરોને લઈ આવવા રિક્ષાનું ભાડુ ચુકવા આપવાનું જણાવી તથા અન્ય બીજા મજુરોના દિવસ ૬ની અલગ અલગ મજુરોના મજુરીના તથા રિક્ષા ભાડાના રૂ. ૩૨૦૦ મળી કુલ રૂ. ૩૭,૭૦૦ નહીં આપી ઠગાઇ કરી મજુરોને ધમકી આપી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના ખેરા ગામે યુવાન ઉપર હુમલો
રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતાં કરશનભાઈ રાજાભાઈ ગુજરીયા ઉ.વ.૩૨ને તેના ઘર પાસે ધરમશી બોથાભાઈ, મનુ બોઘાભાઇ, દિનેશ બોઘાભાઈ નિકળેલ ત્યારે કરશનભાઇ છોકરાઓ રમતા હોય જેથી આરોપીઓએ તારા છોકરા રસ્તા વચ્ચે કેમ રમે છે તેવું કહી મુત્રાએ લાકડીનો થા ડાબા ખંભે મારી બોઘાએ ગાળો બોલી તે પછી તા. ૩૦-૮ના મુન્ના બોધાએ આવી મારકુટ કરી ગાળો બોલી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
