તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
રાજુલામાં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડના સુત્રધારે એસીડ પીધુઃ મહિલાની ધરપકડ
મુખ્ય સુત્રધાર અમદાવાદ સારવારમાં: મહિલાના બે દિવસના રિમાન્ડ : જ્યાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવેલ તે ઇન્સ્ટિટયુટને શીલ કરવામાં આવ્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩: રાજુલામાં કેરલા શિક્ષણ બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાડમાં ઇન્સ્ટિટયુટ સાથે કામ કરનાર સુત્રધારે એસીડ પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવેલ છે. પોલીસ દ્વારા પાસપોર્ટ કચેરીમાં આ ડુપ્લીકેટ માર્કશીટ રજુ કરનાર મહિલાઓની ધરપકડ કરી બેદિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. અને પોલીસે જુદા જુદા મુદ્દાઓ અંગે પુછપરછ હાથ ઘરી છે. અગાઉ રાજુલા અને હાલ અમરેલી રહેતી માધવીબેન શિવમભાઈ ગોસાઈ નામની મહિલાએ પોતાના પાસપોર્ટની અરજી માટે કેરલા શિક્ષણ બોર્ડની બનાવટી ધો. ૧૨ની માર્કશીટ રજુ કરી હતી. રિઝયોનલ પાસપોર્ટ ઓફ અમદાવાદ દ્વારા આ માર્કશિટ આપનાર ઓથોરિટીને ખરાઈ માટે મોકલતાં તે માર્કશીટ બનાટી હોવાનું પદર્દાફાશ થયો હતો. આ ઘટના અંગે તપાસ બાદ રાજુલા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા બે વખત પુછપરછ માટે આરોપી રિઝવાન લઠ્ઠા પોલીસ સ્ટેશનમાં બોલવતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા ડરને કારણે તેમણે પોતાના ઘરે એસીડ પી લીતાં ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવેલ છે. અને રાજુલાના પિઆઈ આઈ. જે. ગીડાએ માથવીબેન ગોસાઈની ઘરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવશે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
