<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

વિસાવદરમાં વિહિપના ડો.પ્રવીણ તોગડીયા પધારતા ભવ્‍ય સ્‍વાગત : દર સપ્તાહે ગામે ગામ હનુમાન ચાલીસાનુ આહવાન

ભૂખ્‍યાને મફત અનાજ, ગરીબ દર્દીને મફત પ્રાઈવેટ ઈલાજ, એડવોકેટ દ્વારા કાયદાકીય સલાહ અને દિવાળી બાદ રોજગાર સબંધી કાર્યક્રમોનુ આયોજન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૩: વિસાવદરમાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સુપ્રીમો ડો.પ્રવીણભાઈ તોગડીયા પધારતા પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, માજી નગરપતિ ઘનશ્‍યામભાઈ સાવલિયા, વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકરો અને નામી-અનામી અનેક કાર્યકર્તાઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતુ.

ડો.પ્રવીણભાઈ તોગડીયાએ દર સપ્તાહે ગામે ગામ હનુમાન ચાલીસા યોજવાનુ આહવાન કર્યુ હતુ. આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભૂખ્‍યાને મફત અનાજ, ગરીબ દર્દીને મફત પ્રાઈવેટ ઈલાજ, એડવોકેટ દ્વારા કાયદાકીય સલાહ અને દિવાળી બાદ રોજગાર સબંધી કાર્યક્રમોનુ આયોજન હોવાનુ ડો.તોગડીયાએ જણાવ્‍યુ હતુ.

(1:33 PM IST)