<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

એ હેલિકોપ્‍ટર દ્વારા તાજેતરમાં દ્વારકા જિલ્લામાં પૂરમાં ફસાયેલા ૧૨ વ્‍યક્‍તિઓને બચાવવામાં આવેલા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩: પોરબંદરમા ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડનું એક હેલિકોપ્‍ટર ફોર્સ લેન્‍ડીંગ  થયું છે. જેમાં ૩ જવાનો લાપતા હોવાનું જાણવા મળ્‍યું છે.        

ગઈકાલે રાત્રે આ હેલિકોપ્‍ટર તૂટી ગયાના ખબર જાણવા મળેલા છે તાજેતરમાં દ્વારકા જિલ્લામાં પૂરમાં ફસાયેલા ૧૨ વ્‍યક્‍તિઓને આ હેલિકોપ્‍ટર દ્વારા બચાવવામાં આવેલા હતા આ હેલિકોપ્‍ટર ક્રેશ થયાનું બહાર આવેલ છે જે બાબતે તપાસ ચાલુ થઈ છે.૯.રર)

(1:30 PM IST)