તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
કાલે પાટણવાવના ઓસમ પર્વત ઉપર ભાદરવી અમાસના મેળાની પૂર્ણાહુતી
શ્રીમાત્રી માતાજીના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો : મોટી સંખ્યામાં ઉમટતા ભાવિકો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩ : ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ ઐતિહાસીક ઓસમ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો ભવ્ય ત્રણ દિવસનો લોકમેળાને આવતીકાલે બુધવારે સાંજે પૂર્ણાહુતિ થશે.
પાટણવાવ માત્રિ માંના મંદિરના મહંતશ્રી જયવંતપુરીજી ગુરૂશ્રી રમેશપુરીજીના અધ્યક્ષ સ્થાને માત્રીમાંના મંદિર ખાતેથી ભવ્ય નિશાન સાથેની શોભાયાત્રા નીકળેલી હતી. આ શોભાયાત્રામાં ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા ધોરાજી તાલુકા પંચાયતના અશ્વિનભાઈ સેરડીયા પાટણવાવના સરપંચ પ્રવીણભાઈ પેથાણી વિગેરેની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આ સમયે મેળા ને પણ આગેવાનો દ્વારા ખુલ્લો મુકવામાં આવેલો હતો. ઓસમ પર્વત ઉપર બિરાજમાન માત્રી માં મંદિર આશ્રમના મહંત શ્રી જયવંતપુરી બાપુએ જણાવેલ કે, રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વતપર બિરાજમાન આધ્યશક્તિ શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષ પણ પ્રાચિન, અર્વાચિન અને આધ્યાત્મિક એમ ત્રિવેણી સંગમ સમાન ભાનિંગા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
મહાભારતનાં સમયકાળ દરમ્યાન શ્રી માત્રી માતાજી ‘‘શ્રી ક્વેશ્વરી માતાજી'' નાં નામથી પ્રચલીત હતા, અને આ
પર્વતની શિલાઓ સિદ્ધિ સપાટ અને માખણ જેવી લીસ્સી હોવાથી તે સમયમાં ‘‘માખણીયા પર્વત''થી ઓળખવામાં આવતો.આ પર્વતનું વિહંગાવલોકન કરતાં તે ૐ (ઓગ) આકારનો શ્યમાન થાય છે. નથી ઓમ સત્ર = ઓસગનાં નામથી ઓળખાય છે. શ્રી અત્રીમુની તથા અનસુયા માતાએ શ્રી માત્રી માતાજીનું જપ, તપ તથા આરાધનાં આ પર્વત પર કરેલ હતી. તેની આરાધનાનાં ફળ સ્વરૂપે અત્રી મુનીનાં નામથી માતાજીનું નામ પ્રચલિત બન્યુ મા-બત્રી - માત્રી જે નામ હાલમાં જગવિખ્યાત છે.
પાટણવાવ ગામમાં પણ શ્રી માત્રી માતાજીનો મઢ (ગ્યા) આવેલ છે. શ્રી માત્રી માતાજીની જગ્યાનાં ગાદીપતી વંશ પરંપરાગત ફક્કડની છે એટલે કે આ જગ્યાનાં ગાદીપતીએ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું. રાજાશાહીનાં સમયમાં ગોંડલ નરેશ ઠાકોર શ્રી રવાજી મેરૂએ આ જગ્યાનાં નિભાવ તથા દિવેલ માટે દશ સાતીની જમીન અર્પણ કરેલ હતી. હાલમાં આ જગ્યાનાં ગાદીપતી તરીકે બ્રહ્મલીન મહંત શ્રી રમેશપુરીજી ગુરૂશ્રી અમળતપુરીજીના શિષ્ય મહંતશ્રી જયવંતપુરી ગુરૂશ્રી રમેશપુરીજી છે. જેઓ નિખાલસ મન, પવિત્ર જીવન તથા આદર્શ સંત જેવું જીવન વ્યતિત કરે છે. અને તેઓ વંશ પરંપરાગત રીતે આ જગ્યાનાં વીરામી પેઢીનાં મહંત છે.
શ્રી માત્રી માતાજીનાં મંદિરમાં દાખલ થતાં જ ડાબા હાથ પર ‘‘શ્રી વરવીર હનુમાનજી'' ની પુરા કદની મૂર્તિ આવેલી છે. તથા શ્રી માત્રી માતાજીનાં મંદિરમાં નગદૂર્ગા માતાજીની નવ મૂર્તિઓ બિરાજમાન છે શ્રી માત્રી માતાજીનાં સન્મુખ એક જગુરૂનાં બે શિષ્ય, ભાઇશ્રી શ્યામપુરીજી તથા બહેનશ્રી નર્મદાપુરીજી એ જીવતા સમાધી લીધેલ તે દેરીઓ હાલ પણ માતાજીની સન્મુખ મોજુદ છે. શ્રી માત્રી માતાજીની સામેજ ‘‘શ્રી જાગનાથ મહાદેવ'' નું મંદિર આવેલુ છે.
અહીં સ્થાનીક પોલીસ સ્ટેશન હોઇ, કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે.
છેલ્લા દિવસે આવતીકાલે બુધવારે સંધ્યાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવરો. તેમ મહંતશ્રી જયવંતપુરીજી ગુરૂશ્રી રમેશપુરીજીએ પોતાની યાદીમાં જણાવેલ છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
