તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
આજથી શક્તિસિંહ ગોહિલ બે દિવસ કચ્છના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
બપોર બાદ માંડવી પહોંચી રાત્રિ રોકાણ કરશે, આવતીકાલે નલિયા, જખૌ, કોઠારા, ભુજમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : આજથી બે દિવસ માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છ આવી રહ્યા છે. તેઓ અતિભારે વરસાદથી પ્રભાવિત માંડવી, અબડાસા અને ભુજ વિસ્તારનો પ્રવાસ ખેડશે.
કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે શક્તિસિંહ ગોહિલ આજે બપોર બાદ અસરગ્રસ્ત માંડવી વિસ્તારની મુલાકાત લઇ ત્યાં રાત્રિ રોકાણ કરશે.
આવતીકાલે સવારે તેઓ અબડાસા તા.ના જખૌ, નલિયા, કોઠારા લઇ સાંજે ભુજના વિસ્તારની મુલાકાત લઈ નુકશાનીની વિગતો મેળવશે. તેઓ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
