તા. ૨૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 14th November 2026
પૂ.જલારામબાપાની રર૭મી જન્મ જયંતિએ આર.કે. હાઇસ્ટ્રીટમાં મહાપ્રસાદનું આયોજન
સોમવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી, સાંજે ૬:૩૦ થી આપના આગમન સુધી મહાપ્રસાદ, શીતલ પાર્ક, ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે આયોજન

રાજકોટ તા.૧૪: વિશ્વ વંદનીય ભક્ત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આર.કે. હાઈસ્ટ્રીટમાં વસતા સમસ્ત જલારામબાપાના ચરણ સેવકો દ્વારા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું આમંત્રણ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આયોજકોએ આપ્યું હતું.
આ તકે સહ પરિવાર તથા મિત્રવર્તુળ અને સ્નેહીજનોને મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તારીખ ૧૬-૧૧-૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી યોજાશે. મહાપ્રસાદ સાંજે ૬:૩૦ થી આપના આગમન સુધી ચાલુ રહેશે.
આ કાર્યક્રમનું સ્થળ આર.કે. હાઈસ્ટ્રીટ, શીતલ પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે. નિમિત્ત માત્ર આર.કે. હાઈસ્ટ્રીટ જલારામ સેવા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. રામ નામ મે લીન હે દેખત સબ મે રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામના નાદ સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાઈ જશે.
(3:46 PM IST)










