તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 29th June 2025
રાજકોટની દાણાપીઠમાં ચોર ત્રાટકયા: પાંચેક દુકાનોના તાળા નકુચા તોડી ચોરી અને ચોરીનો પ્રયાસ: એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટઃ રાજકોટ શહેરમાં રાત્રે ઝરમર વરસાદની સાથે સાથે ચોર પણ વરસ્યા હતા. શહેરની દાણાપીઠમાં એક સાથે પાંચેક દુકાન તોડી તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાત્રિના બે વાગ્યા આસપાસ તસ્કરો ત્રાટક્યાં હોવાનું વેપારીઓનું કહેવું છે. એ ડિવિઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પાંચમાંથી ત્રણેક દુકાનમાંથી રોકડ મોબાઈલ ફોન સહિતની ચોરી થઈ છે. જ્યારે એક કે બે દુકાનમાં ચોરીનો પ્રયાસ થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ દાણાપીઠમાં પીતાંબરદાસ ભવાનદાસ ગોળવાળા નામની પેઢીની દુકાન, તેમજ જગદીશ ટ્રેડિંગ, લક્ષ્મણ ટ્રેડીંગ અને અંકુર એન્ટરપ્રાઇઝ સહિતની દુકાનોમાં ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો રાત્રે બે વાગ્ય આઆસપાસ ચોરી કરવા આવ્યા હોવાનુંવેપારીઓનું કહેવું છે. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી. બોરીસાગર સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ફૂટેજ ચેક કરવા પણ તજવીજ આદરી હતી.
(12:10 PM IST)










