<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

‘વહીવટ' માટે વખણાયેલ મહાનગરપાલિકાને ઇ-ગવર્નન્‍સ ક્ષેત્રનો રાષ્‍ટ્રીય કક્ષાનો એવોર્ડ

મુંબઇ જઇ કોર્પોરેટરો અને અધિકારીઓએ એવોર્ડ સ્‍વીકાર્યો

રાજકોટ તા.૩: શહેરીજનોને સ્‍પર્શતી રોજબરોજની સમસ્‍યાના સુચારૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી ૨૦૨૩-૨૪ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્‍સ એવોર્ડ માટે થયેલ છે.

મુંબઈ ખાતે મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રીશ્રી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ઇવેન્‍ટમાં રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર નરેન્‍દ્ર ડવ, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુ કાટોળીયા અને સહાયક કમિશનર અને ડાયરેક્‍ટર (આઈ.ટી.) સમીર ધડુકએ ઉપસ્‍થિત રહી એવોર્ડ સ્‍વીકારવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા જણાવે છે કે, આ ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્‍ટ્રીય એવોર્ડના વિતરણનું ફંકશન 27th National Conference on e-Governance ની Viksit Bharat: Secure and Sustainable E-Service Delivery થીમ હેઠળ મુંબઈ ખાતે યોજાયેલ ઇવેન્‍ટમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવોર્ડ સ્‍વીકારવામાં આવેલ છે. ભારત સરકારના ડીપાર્ટમેન્‍ટ ઓફ એડમીનિસ્‍ટ્રેટીવ રીફોર્મ્‍સ અને પબ્‍લીક ગ્રીવન્‍સીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં AI enabled Adaptive Traffic Control System & Smart Hawking Solution નામનાં પ્રોજેક્‍ટને District Level Initiatives in E-Governance કેટેગરીમાં ખૂબજ પ્રતિષ્ઠિત એવા National Awards for e-Governance ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત Silver Awards એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂ.પ લાખ (પાંચ લાખ) રોકડ ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરનાં નાગરિકો સાથે વિવિધ સમયે ચર્ચા દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્‍યાને મુખ્‍ય ચિંતાનાં વિષય તરીકે ઓળખવામાં આવેલ હતી. શહેરના રહેવાસીઓએ આ સમસ્‍યાના ઉકેલ માટે નવીન ઉકેલોની જરૂરિયાત પર ભાર મુકવામા આવેલ હતો, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ વડે ‘‘સ્‍માર્ટ સિટી મિશન'' અંતર્ગત રાજકોટ દ્વારા ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે AI enabled Adaptive Traffic Control System અમલમાં મૂકવામાં આવેલ છે.

 આ સોલ્‍યુશનની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે તે Real Time માં બદલાતી ટ્રાફિકની સ્‍થિતિને પોતાની જાતે અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે. એ.ટી.સી.એસ. વાહન ડિટેક્‍ટર કેમેરાથી ટ્રાફિક ડેટાનું વિશ્‍લેષણ કરવા અને સિગ્નલીંગ માટેની શ્રેષ્ઠ સમયાવધિ નક્કી કરવા માટે ‘મશીન ર્લનિંગ એલ્‍ગોરિધમ્‍સ'નો ઉપયોગ કરે છે. ટ્રાફિક સિગ્નલ ફેઝ (રેડ-ગ્રીન)નો સમયગાળો અથવા કોરિડોર પર ટ્રાફિકની સ્‍થિતિની છણાવટ કરીને દરેક ટ્રાફિક Cycle માં આપમેળે સમય નક્કી કરવામાં આવે છે. ભારતીય રસ્‍તાની સ્‍થિતિની અનુકૂળતા સુનિヘુિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટ ઓફ એડવાન્‍સ કમ્‍પ્‍યુટિંગ (C-DAC) દ્વારા વિકસાવવામાં આવેલા અલ્‍ગોરિધમને અપનાવેલ છે. AI enabled Adaptive Traffic Control System ના અસરકારક અમલીકરણને પગલે શહેરનાં ટ્રાફીક ની ગીચતામાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે. જુદા જુદા ટ્રાફિક જંકશનો પર વેઇટિંગ ટાઇમમાં ૩૩ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે આ ઉપરાંત સંસાધનોનાં ઓપ્‍ટિમાઇઝેશનને કારણે કાર્બન ડાયોકસાઇડના ઉત્‍સર્જનમાં ઘટાડો અને ઇંધણનાં વપરાશમાં ઘટાડો જોવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્‍યભરમાં સૌ પ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્‍સએપ' સેવા અમલી બનાવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ર૫ થી વધુ વિભાગની ૧૭૫ થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્‍ધ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને ભૂતકાળમાં વર્ષ ૨૦૨૨ માં OTP & Feedback based Public Grievance Redressal System પ્રોજેક્‍ટ માટે નેશનલ ઈ-ગવર્નનસ એવોર્ડ મળેલ તેમ યાદીમાં જણાવ્‍યું છે.

(4:51 PM IST)