<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજકોટમાં મેઘરાજાની ફરી જમાવટ

વહેલી સવારથી રેળા ઝાપટાનો દોરઃ રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા

રાજકોટઃ સાતમ-આઠમ પર્વ ઉપર બેફામ વરસી ગયા બાદ રાજકોટ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન આજે સવારથી ફરી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી દિવસ દરમિયાન ધુંપછાવ માહોલ જોવા મળી રહ્યો છે. ફરી ગરમી પ્રર્વતી રહી છે.ત્‍યારે આજે વહેલી સવારથી ફરી ઝાપટા વરસાદી માહોલ જામ્‍યો છે. ઝરમરથી માંડી રેળા ઝાપટા નો દોર ચાલુ છે.

કયારેક એકદમ વરસાદનું જોર એકદમ વધી જાય છે તો ફરી ઝરમર ચાલુ રહે છે રસ્‍તાઓ ફરી ભીના થયા છે. નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાનું ફરી શરૂ થયું છે.

(3:39 PM IST)