તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સમર્પણ યંગ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની સેવામય ઉજવણીઃ સતત ૩૪ માં વર્ષે ૧રરપ પરિવારોને ખાદ્ય સામગ્રી વિતરણ

સમર્પણ યંગ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે સ્થળ તપાસ કરી પસંદ કરાયેલા ૧રરપ પરિવારોને તહેવારમાં ઉપયોગી કાચી સામગ્રીનું વિતરણ કરવામાં આવેલ. સંત કબીર રોડ પર વિતરણના પ્રારંભ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, વિહિપના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, સહયોગીઓ રમેશભાઇ રાચ્છ, નરોતમભાઇ પરસાણા, મનીષભાઇ વસોયા, જયંતીભાઇ પટેલ, વિજયભાઇ ભાખર, પ્રવીણ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ, તા., ૩: સમર્પણ યંગ ગ્રુપ સંત કબીર દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી જરૂરીયાત મંદ પરીવારને પસંદગી કરીને રાશન વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ઉત્સવ નિમિતે ૧રરપ પરીવારોને દાતાશ્રીના સહયોગથી વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં રથયાત્રા નિમિતે યોજાતા ચોકમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ હિન્દુ પરીષદના શાંતુભાઇ રૂપારેલીયા અને મહેમાનોના હસ્તે યોજાયો હતો.
આ કાર્યક્રમનું ઉદઘાટન દિપ પ્રાગટય કરતા રાજકોટ શહેરના મેયરશ્રી નયનાબેન પેઢડીયા સાથે દાતાશ્રી અને ઉદ્યોગપતિ રમેશભાઇ રાચ્છ, નરોતમભાઇ પરસાણા, મનીષભાઇ વસોયા, જયંતીભાઇ પટેલ, વિજયભાઇ ભાખર, પ્રવિણભાઇ ગોસ્વામી, બાદલભાઇ સોમમાણેક, ભાવીનભાઇ અજાણી વગેરે હસ્તે પ્રારંભ કરવામાં આવેલ.
નયનાબેન પેઢીયા, રમેશભાઇ રાચ્છ, ઉદ્યોગપતિ હસ્તે તથા મહેમાનોના હસ્તે ૧રરપ પરીવારને વિતરણ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સમર્પણ યંગ ગ્રુપના પ્રમુખ વિનોદભાઇ ચોટલીયા, મંત્રી કિશોરભાઇ રાઘવાણી, ખજાનચી ભરતભાઇ મોજીદ્રા, સંગઠનમંત્રી દિનેશભાઇ રાઠોડ, ગોપાલભાઇ ફીચડીયા, સભ્યશ્રી ઉતમભાઇ સિણોજીયા, કૃણાલ સંચાણીયા, ચેતનભાઇ ઉંઘાડ, વિનોદભાઇ માલકીયા, હિરેનભાઇ ચોટલીયા, જીજ્ઞેશભાઇ સંચાણીયા, વિરાજભાઇ ગઢીયા, હિરેનભાઇ મેવાળા, રાહુલભાઇ ઢોલરીયા, વિવેકભાઇ મેવાળા, સમીરભાઇ કામદાર, માધવ ચોટલીયા, આશીષ સોલંકી, કિશોરભાઇ રામાણી, ઘનશ્યામભાઇ આસોડીયા, જમભાઇ પાટડીયા, ભરતભાઇ ચોટલીયા વગેરે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન વિનોદભાઇ પેઢડીયાએ કર્યુ હતું.
(3:36 PM IST)










