તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
મારું નથી કહેવું સહેલુ છે, હું નથી કહેવું અઘરુ છેઃ સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. નાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. નાં સાનિધ્યે શ્રી વણિક જૈન સંઘ કાલાવડમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વે મારું નથી કહેવું સહેલું છે, હું નથી કહેવું અઘરું છે. વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે શિક્ષક તે બતાવે છે જે એને અન્ય દ્વારા પ્રાપ્ત થયું હોય. ગુરુ તે બતાવે છે જે તેને પોતાના દ્વારા પોતાનામાંથી મળ્યું હોય. શિક્ષક પાસે ઉધાર ઉછીનું હોય. ગુરુ પાસે સ્વયં ની ખોજ અને શોધ હોય. આ દુનિયામાં મારું કંઈ જ નથી બધું મૂકીને જવાનું છે એ કેવું ખૂબ સહેલું છે, પરંતુ શ્નઈંફ્રત્નઙ્ખ કાર અહમભાવને છોડવો અત્યંત મુશ્કેલ છે. સાધક જયારે સદગુરુનાં ચરણમાં આવે છે, ત્યારે શ્રદ્ધા અને સમર્પણ હોવા આવશ્યક છે. જો શ્રદ્ધા સમર્પણ ન હોય તો અહમ ભાવની પુષ્ટિ થાય છે. અને દરેક ક્રિયા કે ઉપાસનામાં હું કરું છું મેં કર્યું નો ભાવ પ્રગટે છે. જે સાધકને પરમાત્મ માર્ગથી દૂર લઈ જાય છે.
અંતગડ સૂત્રના બીજા વર્ગમાં આઠ અધ્યયન છે. અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર. ભગવાન અરિષ્ટનેમીના શાસનમાં અંધક વૃષ્ણિ પિતા અને માતા ધારિણી નાં પુત્રો હતા. પ્રથમ વર્ગ અને દ્વિતીય વર્ગના કુલ ૧૮ કુમારો એ ગુણ રત્ન સંવત્સર તપ એક વર્ષ અને ૪ મહિના આરાધના કરી, ૧૨ ભિક્ષુની પ્રતિમા વહન કરી શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પામ્યા.
સ્વયંના અસ્તિત્વને સદગુરુમાં વિલીન કર્યા વગર સ્વતત્વને પ્રાપ્ત કરી શકાતું નથી. ગૌતમ ગણધરે અસ્તિત્વને મહાવીર સ્વામીમાં વિલીન કર્યું મીરાંબાઈ, નરસિંહ મહેતા, ગંગાસતી, જેસલ જાડેજા એ પોતાનાં અસ્તિત્વને ભૂલીને સદગુરુએ આપેલ આરાધનામાં સ્વયં ને વિલીન કર્યા.
અનંત કાળથી ‘હું'ને કેન્દ્રમાં રાખીને પરમાત્માની ભક્તિ કરી પણ તેનો કોઈ અર્થ નહોતો તેમ અત્યારે સ્પષ્ટ સમજાય છે. હું ઘણીવાર સાધકોને કહું છું કે મેં સંસાર ને છોડ્યો, કે હું છોડીશ આવો વિચાર ક્યારેય નહીં કરતા. છોડવાની પ્રક્રિયામાં છોડનારો બાકી રહી જશે, અને ‘મેં આટલું બધું છોડ્યું' પછી એ છોડનારે, છોડવાનો અહંકાર કરનારને કાઢવો પડશે.
પર નાં સંગમાંથી મુક્ત થવા માટે ચાર ચરણ છે. એકાંત, મૌન, બાહ્ય સંપર્કોનો અભાવ, સાધક સિવાયની કોઈપણ વ્યક્તિને મળવાનું નહીં ભલે એ સામાજિક ક્ષેત્રે કોઈ મોટી હસ્તી ગણાતી હોય.
(3:31 PM IST)










