તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
નાનકડો નિયમ પણ મોક્ષની નિયતિ નિヘતિ કરાવી દેઃ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા. ૩: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ઉજવાએલો તૃતીય દિવસ અનેક આત્માઓને કલ્યાણકારી પ્રતિજ્ઞાઓના પવિત્ર બંધનમાં પ્રતિજ્ઞાબદ્ધ કરાવી ગયો હતો.
આગમ શાષાોમાં વર્ણન કરવામાં આવેલા ૨૬૦૦ વર્ષ પહેલાંના પ્રભુ મહાવીરના સમયના સુંદર, રમણીય, નીરવ શાંતિ પ્રસરાવતાં અને આત્મ સાધનાને અનુકૂળ એવા ઉદ્યાનો અને ઉપવનોની યાદ કરાવી દેતી પરમધામની રમણીય ધરા પર પરમ ગુરુદેવના દિવ્ય સાંનિધ્યમાં પર્વાધિરાજ પર્વનું આયોજન કરાયું છે.
સવારે ૭ વાગે પરમ ગુરુદેવના ઇંગલિશ પ્રવચન, સવારે ૮ વાગે પરિગ્રહ મુક્ત કરાવતી ઇનર ક્લિનિંગ કોર્સ ધ્યાન સાધના અને સવારે ૮.૩૦ કલાકે અણુ અણુને નતમસ્તક કરી દેનારી આચાર્ય પદની કર્ણ પ્રિય ધૂનના નાદ અને સવારે ૯ થી ૧૨.૩૦ સુધી ધોધમાર વરસતા વરસાદ વચ્ચે આત્માને સાદ આપતી અમૃતવાણી વરસાવતાં પરમ ગુરુદેવે કહ્યું હતું કે, પ્રભુના માર્ગ પર, પ્રભુએ ચીંધેલા સાધનાના એક એક નિયમો પર જો આ ભવની જીવનયાત્રા વ્યતીત થાય તો આ એક ભવમાં એવું સામર્થ્ય છે કે આપણા ભવોભવનું કલ્યાણ કરી શકે. આજ સુધીના એક પણ ભગવાન એક દિવસમાં ભગવાન નથી બન્યા. પરમાત્મા કહે છે, ભગવાન બનવા માટે દિવસો, વર્ષો, ભવો અને ભવોભવની સાધનાની પ્રોસેસ કરવી પડતી હોય છે. આ પર્વાધિરાજ પર્વ પધાર્યા છે આપણને શુદ્ધ બનાવીને સિદ્ધ બનાવવા માટે પરંતુ જે સિદ્ધ નથી બનતા તે ભવોભવ પરિભ્રમણ કરતા રહે છે. પરંતુ અનંતકાળના પરિભ્રમણાનું નિયંત્રણ કરાવી દે તે હોય છે એક નાનકડા નિયમની પાલના, એક નાનકડા નિયમની, એક પ્રતિજ્ઞાની જે પાલના કરે તે અવશ્યમેવ ભવિષ્યમાં પરમાત્મા બને. આ પર્વાધિરાજ પધાર્યા છે આપણને નિયમોમાં પ્રતિજ્ઞાબદ્ધ કરાવીને જીવદયા પ્રતિપાલક તીર્થંકર ભગવાન બનવાના બીજનું વાવેતર કરવા માટે, જેની લાઇફમાં નિયમ છે એની જ નિયતિ ભગવાન બનવાની હોય કેમ કે જેનું આત્મ નિયંત્રણ થાય તે એક દિવસ અરિહંત બની જાય,આજે જેના અંતરમાં અન્ય જીવો પ્રત્યેની અનુકંપા જાગૃત થાય તે અરિહંત બની જાય.
દરેક નાના નાના નિયમ આપણને મોટા મોટા ભગવાન બનાવી દેતા હોય છે આવા બોધના અનુસંધાને પરમ ગુરુદેવે અનેક પ્રકારના કલ્યાણકારી નિયમોની પ્રેરણા કરતા હજારો ભાવિકોએ તે પ્રેરણાને ઉત્સાહપૂર્વક ઝીલીને અનેક નિયમો ગ્રહીને પ્રતિજ્ઞાબદ્ધ બન્યાં હતાં.
આવતીકાલ ૪ને બુધવારે, પર્વના ચતુર્થ દિવસે ફરીને પ્રભુજ્ઞાનના કંઈક નવા રહસ્યો ઉદઘાટિત થશે પરમ ગુરુદેવની વાણીમાં, ફરીને એક નવા સત્યને પ્રકાશિત કરાવવામાં આવશે હૃદયસ્પર્શી દ્રશ્યાંકનો અને લાઈવ પ્રયોગો દ્વારા અને ફરીને એક નવી પ્રેરણા પ્રસારિત થશે જીવન સાર્થકતાની. જયારે ગુરુવારે તા.૫ના રોજ પર્વના પંચમ દિવસે ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન કરાવીને પ્રભુ જન્મોત્સવ વધામણાં લેવામાં આવશે.
(3:30 PM IST)










